Shrey Dental Clinic

Shrey Dental Clinic Dental multispeciality clinic

11/08/2026
10/08/2026

આરોહ અવરોહ

દરેક સફર આસાન નથી હોતી એમ અમારી દંતચિક્ત્સકની સફર પણ ઘણાં આરોહ અવરોહ વાળી હોય છે..

અમે જ્યારે ડોક્ટર બન્યા ત્યારે તો ડેન્ટિસ્ટ ને ડોક્ટર કોઈ ન ગણતું અલબત હજી પણ ખાસ બદલાવ નથી..

સ્ત્રી ડેન્ટિસ્ટ ને જોઈ ને ઘણાં તો લાગલું જ પુછતાં દાંત પડશે તમારાથી સિસ્ટર, ડોક્ટર સાહેબ નથી?

આ સિસ્ટર માથી મેડમ ને ડોક્ટર સુધી પહોચતાં ઘણો સમય લાગ્યો અને ઘણો અનુભવ.

અલબત ડેન્ટિસ્ટ બનવા બાકાયદા અમારે એમ.બી.બી.એસ નો ઘણો અભ્યાસક્રમ ભણવાનો અને પરીક્ષાઓ આપવાની થતી..એ પછી ક્યારેક..

તો વાત છે કોલેજનાં ત્રીજા વર્ષની ત્યારે ડીજીટલ એક્સ રે હતાં નહી.. એટલે એક્સ રે ફીલ્મનો ઉપયોગ થતો.ડેન્ટલ કોલેજમાં મોટાભાગની સારવાર ફ્રી કે રાહત દરે હોય ત્યારે એક્સ રે નાં વીસ કે ત્રીસ રૂપિયા ચાર્જ હશે..

પહેલીવાર દર્દીનું એક્સ રે લઈ નિદાન થાય એને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે અને ત્યારે સારવાર થાય..

એક્સ રે પાસપોર્ટ સાઇઝના ફોટો જેવડા હોય તો દર્દી ને આપી દેવામાં આવે ફરી વખત આવે ત્યારે સાથે લાવવાનાં. સ્ટુડન્ટ્સનું અલગ અલગ વિભાગમાં રોટેશનલ પોસ્ટીગ થાય એટલે ક્યારેક દર્દી માટે નિદાન અને સારવાર અલગ અલગ ડોક્ટર દ્વારા થાય એવું બને..
એક બહેન એમને આપેલી તારીખ અનુસાર સારવાર કરાવવા આવ્યા..એમની પાસે સારવાર ચાલુ કરાવતા પહેલા ફોટો માંગ્યો( ત્યારે દર્દીઓ એક્સ રે ને ફોટો જ કહેતાં તો ડોક્ટર પણ એજ શબ્દ વાપરતા)..એ બહેન કહે "અહીં છે મને નથી આપ્યો.."ડોક્ટરે નિયમ સમજાવ્યો કે અહી રાખતા નથી.. દર્દી ને જ આપી દઈએ.આમ કરતા વાત..દલીલ અને તકરાર સુધી પહોંચી ગઈ..કોઈ પક્ષ નમતું ન જોખે..

જે સ્ટુડન્ટ ડોક્ટરે એક્સ રે કર્યો હતો એમને બીજા વિભાગમાંથી બોલાવવામાં આવ્યાં..એમણે નિયમ રેકોર્ડ અનુસાર એક્સ રે આપી દીધાની વાત કરી.વાત ઉપરી ડોક્ટર ને એચ.ઓ.ડી સુધી પહોંચી.બહેન ન કોઈની વાત સાંભળે ન બીજો એક્સ રે કરાવવા તૈયાર. ફ્રી થાય તોય નહીં.

ઉપરી તો ઉપરી જ..એમણે પહેલા બહેનની વાત સાંભળી પછી એમને બીજો એક્સ રે બતાવતા પુછ્યું "આવું કંઈ તમને આપ્યું હતું"..
એ બેને તરત બટવો કાઢ્યો " હું સાયબ ને કહું છું નેગેટિવ આપી છ...ફોટુ નથી આપ્યો.."
એજ એક્સ રે એ સાહેબે એમને તો સમજાવ્યું પણ એમનાં ગયાં પછી અમો સ્ટુડન્ટ્સ ને પણ બહું સારી રીતે સમજાવ્યું..

@ ડૉ.ચાંદની અગ્રાવત

09/08/2026

અમારા મનીતા જુના દર્દી...બાર કે તેર વર્ષ પહેલાં જ્યારે અમારા ક્લિનિક પર તેઓનાં ઈમ્પ્લાન્ટ દ્વારા ફીક્સ દાંતની સારવાર કરી ત્યારે..તેઓ પ્રથમ દર્દી હતાં જેમની ઈમ્પ્લાન્ટ દ્વારા સારવાર અમારા ક્લિનિક પર થઈ રહી હોય...અમે તેમને એની જાણ કરી..તેઓએ અમારા પર ભરોસો મુક્યો અને અમે એ જાળવવામાં સફળ રહ્યાં.

@ શ્રેય ડેન્ટલ ક્લિનિક
સુપ્રિમસ કોમ્પલેક્ષ
રૈયા સર્કલ
રાજકોટ

08/08/2026
05/08/2026
04/08/2026

Shrey Multispeciality Dental clinic
205,2nd floor,supremus complex next to Akhsar square,Near Raiya circle
RAJKOT.9054434560

01/01/2026

Implants

Implant placement at shrey dental.clinic
14/12/2025

Implant placement at shrey dental.clinic

Address

205, 2nd Floor , Supremous Complex, 150 Ri G Road , Near Raiya Chowkdi. . Rajkot
Rajkot
360007

Opening Hours

Monday 9:30am - 1:30pm
4pm - 8pm
Tuesday 9:30am - 1:30pm
4pm - 8pm
Wednesday 9:30am - 1:30pm
4pm - 8pm
Thursday 9:30am - 1:29pm
4pm - 8pm
Friday 9:30am - 1:30pm
4pm - 8pm
Saturday 9:30am - 1:30pm
4pm - 8pm

Telephone

+919825383831

Website

Alerts

Be the first to know and let us send you an email when Shrey Dental Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share